ભારતના આ ગામના ઘરે-ઘરે છે YouTuber, દરેક વ્યક્તિ છે લખપતિ

બદલાતા યુગમાં આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર છે. શું તમે જાણો છો કે, ભારતમાં દર મહિને લગભગ 25 કરોડ લોકો યુટ્યુબ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે

ડિજિટલના આ યુગમાં આજે ભારતનું એક એવું ગામ છે, જેને 'યુટ્યુબર કેપિટલ' કહેવામાં આવી રહ્યું છે

મળતી માહિતી અનુસાર આ ગામમાં લગભગ 4000 લોકોની વસ્તી છે, જેમાંથી 1000 પુરુષો, મહિલાઓ અને બાળકો યુટ્યુબર બની ગયા છે

અમે વાત કરી રહ્યા છીએ છત્તીસગઢના રાયપુરમાં આવેલ તુલસી ગામની

આ ગામ ભલે નાનું છે, પરંતુ અહીંના લોકોએ યુટ્યુબની સાથે તેમનું આખું જીવન બદલી નાખ્યું છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર Youtubeથી મળેલા રૂપિયાને કારણે આ ગામની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે

એવું કહેવાય છે કે અહીંના તમામ યુટ્યુબર્સના સારા ફોલોઅર્સ છે અને તે હવે અહીંના લોકો માટે આવકનું સાધન બની ગયું છે

તમને જણાવી દઈએ કે કોવિડ-19 દરમિયાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં યુટ્યુબર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે