માથાના એક-એક સફેદ વાળને કાળા બનાવી દેશે આ દેશી નુસ્ખા, નહીં પડે ડાઈની જરૂર!

સફેદ વાળ

નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો તે મોટી સમસ્યા છે. આજના સમયની લાઇફસ્ટાઇલને કારણે યુવાનો પણ સફેદ વાળની સમસ્યાથી પીડિત છે.

ઘરેલું નુસ્ખા

પરંતુ સફેદ વાળને કાળા કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

લીમડો

2 ચમચી આમળા પાઉડર અને 2 ચમચી બ્રાહ્મી પાઉડરને પીસેલા મીઠા લીમડામાં મિક્સ કરો અને તેને વાળ પર લગાવો. આ ઉપાયથી વાળ કાળા કરવામાં મદદ મળે છે.

નાળિયેર તેલ

નાળિયેર તેલમાં લીંબુનો રસ મિક્સ કરી વાળમાં સારી રીતે માલિશ કરવાથી વાળ કાળા કરવામાં મદદ મળશે.

બ્લેક ટી

સફેદ વાળને કાળા બનાવવા માટે ચા પાણીમાં નાખી ઉકાળો અને ઠંડું થયા બાદ વાળ પર લગાવો.

હિબિસ્કસના ફૂલ

રાત્રે હિબિસ્કસના ફૂલને પાણીમાં પલાળી રાખો અને સવારે વાળમાં તે પાણી લગાવો. તેનાથી વાળ કાળા કરવામાં મદદ મળશે.

આમળા

વાળને કાળા બનાવવા માટે કેટલાક આમળાના ટુકડા કરી પાણીમાં ઉકાળો. ત્યારબાદ ઠંડુ થાય એટલે એ પાણી વાળમાં લગાવો.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.