વિક્કી કૌશલની છાવા મૂવી હાલ ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મના કારણે છત્રપતિ સંભાજી મહારાજના અનેક કિસ્સાઓ ફરીથી ચર્ચામાં છે.
સંભાજી મહારાજને મુઘલ શહેનશાહ ઔરંગઝેબે નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા.
જો કે બહુ ઓછા લોકોને એ ખબર હતી કે ઔરંગઝેબ ઉપરાંત સંભાજી રાજેના બીજા કયા કયા દુશ્મનો હતા. જેમણે તેમને દગો કર્યો.
ગણોજી શિરકેએ સંભાજી સાથે ગદ્દારી કરી હતી. તે તેમના સાળા હતા. પરંતુ લાલચમાં અંધ થ ઈને મુઘલો સાથે હાથ મિલાવી બેઠા અને છાવાની બધી સૂચનાઓ આપવા લાગ્યા હતા.
કાન્હોજી શિરકે પણ સંભાજીના પત્નીના ભાઈ હતા. તેમણે પણ સંભાજીને દગો કર્યો હતો.
અનાજી પંત, સંભાજી રાજેના અષ્ટપ્રધાન મંડળના પ્રમુખ સચિવ હતા. એવું કહેવાય છે કે તેમને પણ સંભાજી રાજે સાથે ક્યારેય બન્યું નહતું.
છત્રપતિ સંભાજી રાજેને તેમના સાવકા માતા સોયરાબાઈ સાથે પણ ક્યારેય બન્યું નહતું. સોયરાબાઈ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર રાજારામ સ્વરાજ્યની ગાદી પર બેસે.
અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.